હળવદ : આવતીકાલે શહીદ દિવસ હોવાથી હળવદમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકડાયરાનો આનંદ માણવા જાહેર જનતાને આમત્રંણ આપવામાં આવ્યું છે. હળવદ નગરપાલિકા,હળવદ માર્કેટિંગયાર્ડ,રોટરી ક્લ્બ ઓફ હળવદ અને ગાયત્રી સાઉન્ડ દ્વારા શહીદ દિવસ નિમિતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકડાયરો આવતીકાલ તા.23ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે બ્રાહ્મણની ભોજનશાળા,હળવદ ખાતે રાખવામાં આવ્યો છે.આ લોકડાયરામાં ભજનિક તરીકે જયમંત દવે,કોમળ ચાવડા,હાર્દિક દવે અને પ્રિતેશ દવે તથા લોકસાહિત્યકાર તરીકે રવિન્દ્ર સોલંકી ઉપસ્થિત રહેશે.તબલાવાદક તરીકે લાલુ ઉસ્તાદ અને રાહુલ મકવાણા અને બેન્જો તરીકે ગોપાલ અગ્રાવત હાજરી આપશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..