બ્યુટી પાર્લરમાં જવાનું કહીને ઘેરથી પ્રેમી સાથે નાસી ગઈ હોવાનું ખુલ્યુંમોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી પરિણીતા ઘેરથી બ્યુટી પાર્લરમા જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બનતા પોલીસમાં ગુમસુધા નોંધ કરવામાં આવી હતી જેમાં ત્રણ મહિના બાદ પરિણીતાના પિતાને તેમની પુત્રી ઇન્દોર હોવાની જાણ થતાં તેણીને પરત ઘેર લાવ્યા હતા, આ પરિણીતા તેના પ્રેમી સાથે નાસી ગઈ હોવાનું બહાર આવ્યું છે અને પિતા ઇન્દોર જતા પ્રેમી દગો દઈને ભાગી ગયાનું સામે આવ્યું છે.મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી 26 વર્ષની પૂજા નામની પરિણીતા ગત તા.25 જાન્યુઆરીના રોજ ઘેરથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બનતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી હતી. દરમિયાન પરિણીતા ઇન્દોર હોવાની જાણ થતાં પૂજાના પિતા ઇન્દોર જતા પરિણીતાના પ્રેમી ધર્મેશ કૈલાશભાઈ ચૌહાણને આ બાબતની જાણ થઈ જતા તે પોતાની પ્રેમિકા પૂજાને છોડી નાસી ગયો હતો. બાદમાં પરિણીતાના પિતા તેમને પુત્રીને પરત મોરબી લાવી પોલીસને જાણ કરી હતી.