મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા કારખાના રહેતી પરણીતાએ આજે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે પર આવેલ વિશાલ ફર્નિચર પાછળ ઉમાશેરા ડેકોરેટમાં રહેતી ઉર્મિલાબેન હરીશભાઈ ઉ.વ.19 નામની પરણીતાએ આજે બપોરના સમયે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બી ડિવિઝન પોલિસે આ બનાવની નોંધ કરીને પરણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે