મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક આવેલ વિદ્યુતનગરમાં રહેતા મનાલીબેન મોહનીશપરી ગોસાઈ ઉ.25 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.