વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામની સીમમાં ફ્યુચર રીફેક્ટરી સામે અવાવરું જગ્યામાં ગળાફાંસો ખાઈ લઈ મૂળ દાહોદ જિલ્લાના વતની લલિતાબેન અક્ષયભાઈ દેવધા ઉ.21 રહે.હાલ ફ્યુચર રીફેક્ટરી વાળાઓએ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતકના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે.