હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા અલકાબેન મુકેશભાઈ લોદરિયા ઉ.20 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગત તા.9ના રોજ રાત્રીના સમયે પોતાના ઘેર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મૃતક અલકાબેનના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું તેમજ સંતાનમાં એક બે માસનું બાળક હોવાનું સામે આવ્યું છે.અપમૃત્યુના બનાવ મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.