સમૂહલગ્ન સમિતિ દ્વારા નવદંપતિને ભેટ સ્વરૂપે પુસ્તક અર્પણ કરાયુ મોરબી : મોરબીમાં ઘડિયા લગ્નના વધતા જતા ટ્રેન્ડ વચ્ચે આજે વધુ એક ઘડિયા લગ્ન થયા છે. બગથળા ગામે એક નવદંપતિએ ઘડિયા લગ્ન કરીને પ્રભુતામા પગલા માંડ્યા છે. ત્યારે સમૂહ લગ્ન સમિતિએ પણ આ તકે ઉપસ્થિત રહીને નવદંપતિને પુસ્તક ભેટમાં આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબીના બગથળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આજે ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં બગથળામા રહેતા ત્રિભોવનદાસ નારણભાઇ મેરજા અને કાંતાબેન ત્રિભોવનભાઈ મેરજાના સુપુત્ર વિજયકુમારના લગ્ન ખેવારીયા નિવાસી કેશવજીભાઈ નાથાભાઇ કાવર અને નર્મદાબેન કેશવજીભાઈ કાવરની સુપુત્રી ઇન્દુબેન સાથે કરવામાં આવ્યા હતા. બન્ને પરિવારે પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો તેને સમૂહ લગ્ન સમિતિએ વધાવ્યો હતો. આ સાથે સમૂહ લગ્ન સમિતિએ નવદંપતિને ભેટમાં પુસ્તક આપીને શુભકામનાઓ પાઠવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en