મોરબી : નવલખી રોડ, કુબેરનગર રોયલ પાર્કમાં ગત 5 જાન્યુઆરીએ ઘેર રસોઈ બનાવતા સમયે ગેસ લિકેજને કારણે લાગેલી આગમાં દાઝી જતા ઘાયલ મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ગત 5 જાન્યુઆરીના રોજ નવલખીરોડ સ્થિત કુબેરનગરમાં આવેલા રોયલપાર્કમાં પોતાના ઘેર રસોઈ બનાવવા માટે ગેસ ચાલુ કરતા ગેસ લિકેજને કારણે ઘરમાં આગ લાગવાના બનાવમાં હીનાબેન રસિકભાઈ સરડવા ઉં.વ.39 નામની પરિણીતા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજકોટ ખાતે ખસેડાયા હતા. જ્યાં લાંબી સારવાર કારગત ન નિવડતા પરણીતાનું મોત નીપજ્યું હતું. રાજકોટ હોસ્પીટલેથી મોરબી સીટી. એ.ડીવી. પો. મથકમાં આવેલા કાગળો મુજબ મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.