ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા કરાયું સૂચન મોરબી : રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. જેની અસર મોરબીમાં જોવા મળી હતી. તે અનુસંધાને મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વરસાદની આગાહીના પગલે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું કે, હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં લેતા તા. 25-10-2025 થી તા. 5-11-2025 સુધી કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો. માલની ઉતરાઈ થઈ ગયા બાદ તાલપત્રી ઢાંકી દેવી. સેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ માલની ઉતરાઈ કરવા દેવામાં આવશે. ત્યારબાદ ઉભા વાહન રાખવામાં આવશે. ઉભા વાહનોની હરરાજી લેવામાં આવશે. વેપારીઓએ પોતાનો માલ ગોડાઉનમાં લઈ લેવા જણાવવામાં આવ્યું છે.