મોરબી : હવામાન વિભાગ દ્વારા 'મહા' વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોરબીમાં માર્કેટયાર્ડ આવતીકાલ તા. 5 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ત્રણ દિવસ બંધ રહેશે. તા. 8 નવેમ્બરથી રોજિંદા મુજબ માર્કેટયાર્ડ ચાલુ રહેશે. જેની નોંધ લેવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.