મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 4090 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઊંચા પ્રતિમણના રૂપિયા 1521 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત ઘઉં, તલ, ચણા, મગફળી, જીરૂ સહિત જણસીઓની આવક થવા પામી છે.પ્રતિમણ ઘઉંના ₹679, તલના ₹2104, જીણી મગફળીના ₹1160, જીરુના ₹4240, જુવારના ₹770, ચણાના ₹1195 તથા એરંડાના ₹1220 સુધીના ભાવ ખેડૂતોને ઉપજ્યા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના ₹800, રીંગણા ₹300, કારેલા ₹700, ગુવારના ₹1600, ભીંડો ₹800, ટમેટા ₹260, કોબીજ ₹140, કાકડી ₹600, લીંબુ ₹900, દુધી ₹280 તથા સુકી ડુંગળીના ₹440 સુધીના ભાવ બોલાયા છે.