સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3542 કેસમાંથી 3206 સાજા થયા, કુલ 214ના મોત, એક્ટિવ કેસ વધીને 122 થયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 27 માર્ચ, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1341 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 17 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 05 મોરબી ગ્રામ્ય : 05 વાંકાનેર સીટી : 02 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 02 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 17 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 05 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 08 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 122 કુલ ડિસ્ચાર્જ કેસ : 3206 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 195 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 214 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3542 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 183540