મોરબી : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના માળિયા મિયાણા સ્ટેશન A થી માળિયા મિયાણા સ્ટેશન B વચ્ચે ડબલિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, 25 માર્ચ, 2023 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા માળિયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં મોરબી, વાંકાનેર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]