સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3506 કેસમાંથી 3193 સાજા થયા, કુલ 214ના મોત, એક્ટિવ કેસ વધીને 99 થયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 25 માર્ચ, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1297 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 13 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટું હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 02 મોરબી ગ્રામ્ય : 06 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 13 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 02 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 02 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 99 કુલ ડિસ્ચાર્જ કેસ : 3193 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 195 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 214 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3506 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 180805 નોંધ : આજે પણ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે તંત્ર દ્વારા સત્તાવાર આકે એક પણ કોવિડ ડેથ જાહેર કરવામાં આવ્યું નથી.