સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરાની આવક : બાજરાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.24 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1427 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 2168, ઘઉંની 1446 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 431 અને ઊંચો ભાવ રૂ. 543, મગફળી (ઝીણી)ની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 900 અને ઊંચો ભાવ રૂ. 1164, જીરુંની 752 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2350 અને ઊંચો ભાવ રૂ.4140,બાજરોની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 354 અને ઊંચો ભાવ રૂ. 372, મેથીની 29 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 850 અને ઊંચો ભાવ રૂ.1080,ધાણાની 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1750 અને ઊંચો ભાવ રૂ. 1893 રહ્યો હતો. વધુમાં,અડદની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 701 અને ઊંચો ભાવ રૂ.1369,ચણાની 870 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 801 અને ઊંચો ભાવ રૂ.931,એરંડાની 86 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1342 અને ઊંચો ભાવ રૂ.1412, તુવેરની 51 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1071 અને ઊંચો ભાવ રૂ. 1175, રાયની 76 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1130 અને ઊંચો ભાવ રૂ. 1166, રાયડાની 486 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1150 અને ઊંચો ભાવ રૂ.1215 રહ્યો હતો.