વાંકાનેર : વાંકાનેર બાયપાસનો બ્રિજ હાલમાં બંધ હોવાના કારણે અનેક વાહનો વાંકાનેર શહેર અંદરથી પ્રવેશ કરતા હોય ત્યારે મેઇન રોડ ઉપર ગટરના ઢાંકણા તૂટેલા હોવાના કારણથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચાલુ વરસાદમાં તૂટેલા ગટરના ઢાંકણાના કારણે અનેક વાહનો તેમાં પછડાયા હોય તેવા બનાવો બન્યા છે. તંત્ર દ્વારા ખાડા રીપેરીંગ કરી અને તૂટેલી ગટરના ઢાંકણા નવા મૂકવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે