મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં પાણીની નવી પાઇપલાઇન નાખ્યા બાદ ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ ન કરવામાં આવતા રસ્તાઓ બેસી ગયા છે અને ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે.સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, લાતી પ્લોટમાં મહેશ હોટલ વાળી શેરી અને માસૂમ હોસ્પિટલ પાસે પાણીની લાઈન નાખવામાં આવી હતી. આ કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડામાં માત્ર માટી નાખી દેવામાં આવી હતી અને વધારાની માટી ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવી હતી. નિયમ મુજબ માટી નાખ્યા બાદ તેના પર રોલર ફેરવીને યોગ્ય પ્રેશર આપીને બુરાણ કરવાનું હોય છે, પરંતુ અહી આવું કોઈ જ કામ કરવામાં આવ્યું નથી. યોગ્ય બુરાણ અને પ્રેસર ન અપાવાને કારણે, જ્યારે પણ અંદરથી પાણીની લાઈન લીકેજ થાય છે કે પાણી આવે છે, ત્યારે માટી સીધી નીચે બેસી જાય છે. આ સમસ્યાને કારણે વાહનો ફસાઈ જવાની સમસ્યા સર્જાય રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. #Morbi #MorbiUpdate #LatiPlot #RoadIssue #MonsoonPreparation #CivicIssue #GujaratNews #MorbiCity