મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી પાર્ક- 1માં આખલા યુદ્ધથી સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 15 દિવસથી આખલા યુદ્ધના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે. ઉપરાંત અવારનવાર થતા આખલા યુદ્ધના કારણે લોકોને શેરીમાં ચાલવું મુશ્કેલ બન્યું છે. તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.