મોરબી : મોરબીમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરીઓ અને અતિ ભારે પવન ફૂંકાયો હતો. આ મિની વાવાઝોડા જેવી સ્થિતિમાં મચ્છુ-2 ડેમ પાસે અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. મોરબીના મચ્છુ-2 ડેમ તરફ જતા મુખ્ય માર્ગ પર ભારે પવનને કારણે રસ્તાની બંને બાજુએ આવેલા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક જગ્યાએ વિશાળ ડાળીઓ તૂટીને રસ્તા પર પડતા વાહનવ્યવહારને અસર થઈ છે. #Morbi #MorbiUpdate #Machhu2Dam #MiniCyclone #TreeFall #WeatherUpdate #GujaratNews #LiveNews