સાથેસાથે પ્રસાદ અને આશીર્વાદનું દિવ્ય આયોજન કરાયું મોરબી : મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા મંત્ર દીક્ષા યોજાઈ હતી.સાથેસાથે પ્રસાદ અને આશીર્વાદનું દિવ્ય આયોજન કરાયું હતું. બેંગ્લોર આશ્રમથી પધારેલ બ્રહ્મચારી સ્વામી કેતનજી દ્વારા 15 લોકોએ મંત્ર દીક્ષા લીધી હતી. તેમજ અગિયારસના પાવન દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવારે 151 જરૂરિયાત મંદ પરિવારને દિવાળીની ગિફ્ટ આપી સાથે સ્વામીજીએ વ્યસન ન કરવા અને થોડી બચત કરવી વિગેરે જ્ઞાન સાથે આશીર્વાદ આપી દિવાળીના આનંદની ઉજવણી કરી હતી.