વાંકાનેર : અવધ પ્રાંતના વિજ્ઞાન ભારતી દ્વારા 12 થી 14 ઓગસ્ટ દરમિયાન સવારે 11 વાગ્યાથી એક ઓનલાઇન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઇવેન્ટ 'ઇનોવેશન દ્વારા ભવિષ્યનું ઘડતર' વિષય પર છે. આ ઇવેન્ટમાં વાંકાનેર સ્થિત મિટ્ટીકુલ સંસ્થાના ફાઉન્ડર તથા નેશનલ ઇનોવેશન એવોર્ડ વિજેતા મનસુખભાઈ પ્રજાપતિ પોતાનું વક્તવ્ય આપશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઝૂમ એપ્લિકેશન પર જોડાવાનું રહેશે. વધુ વિગત માટે મો. 94153 63473 પર સંપર્ક કરી શકાશે.