'ઉદ્યમી ઉત્સવ' ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે યોજાનાર દેશની સૌથી મોટી ઓનલાઇન ઇવેન્ટ છે વાંકાનેર : હાલમાં કોરોનાના કપરા કાળમાં મોટા આયોજનો કે કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ છે. આવા સમયમાં લોકો સોસીયલ નેટવર્કિંગ સાઈટના માધ્યમથી ઇવેન્ટ યોજી રહ્યા છે. તેવામાં ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે 'ઉદ્યમી ઉત્સવ' આગામી તા. 17 થી 20 જુલાઈના રોજ ઓનલાઈન યોજાશે. આ વર્ચ્યુઅલ ઇવેન્ટ ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે યોજાનાર દેશની સૌથી મોટી ઓનલાઇન ઇવેન્ટ છે. આ ઇવેન્ટમાં વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિ સ્પિકર તરીકે જોડાઈને પોતાનું વક્તવ્ય આપશે. વાંકાનેરમાં રહેતા મનસુખભાઇ પ્રજાપતિ રૂરલ ઇનોવેટર તરીકે કાર્યરત છે. તેઓ 'મિટ્ટીકુલ' સંસ્થાના ફાઉન્ડર છે. જે સંસ્થા માટીકલાના કારીગરો માટે કાર્યરત છે. વર્ષ 2010માં 'ફોર્બ્સ' દ્વારા જાહેર કરાયેલા ટોપ 7 એન્ટરપ્રિન્યોરના લિસ્ટમાં તેઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓનલાઇન યોજાનારા 'ઉદ્યમી ઉત્સવ'માં તા. 19ના જુલાઈના રોજ સવારે 10-30 થી 11 વાગ્યા દરમિયાન તેઓ વક્તવ્ય આપશે. જેમાં તેઓ ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ અંગે યુવાઓ તથા ભાગ લેનારાઓને માર્ગદર્શન આપશે. આ ઇવેન્ટની વધુ વિગત માટે www.udyamiutsav.com પર વિઝિટ કરવાની રહેશે.