અખિલ ભારતીય પ્રજાપતિ (કુંભકાર) મહાસંઘ દ્વારા પુરસ્કાર એનાયત કરાયોવાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેરના જાણીતા માટીકામ સાથે જોડાયેલા અને મિટ્ટી કુલના મનસુખભાઈ રાઘવજીભાઈ પ્રજાપતિનને માટીકલા વિકાસ પુરસ્કાર અંતર્ગત પ્રજાપતિ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જે સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવપૂર્ણ ઘટના છે.અખિલ ભારતીય પ્રજાપતિ (કુંભકાર) મહાસંઘ દ્વારા વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિને પ્રજાપતિ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મનસુખભાઈ પ્રજાપતિએ માટીના વાસણોમાં નવા નવા સંશોધનો કરીને લોકોને ઉપયોગી અતિઉપયોગી વસ્તુઓ બનાવી છે. આ સરાહનીય કાર્ય બદલ તેઓને પ્રજાપતિ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.