વિશ્વ પર્યાવરણ દિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન વિભાગના સહયોગથી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે અનોખી પહેલમોરબી : વિશ્વ પર્યાવરણ દિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે માનસર ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગના સહયોગથી એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે ગામમાં 7000 વૃક્ષોના વાવેતર અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં સરપંચ જીતેન્દ્રભાઇ ઠોરીયા, જિલ્લા પંચાયત સભ્ય સતીશભાઈ મેરજા તથા તલાટી કમ મંત્રી મિહિરભાઇ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોની ઉપસ્થિતિમાં હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ તરફ આ એક આશાસ્પદ અને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.#Mansar #MorbiUpdate #WorldEnvironmentDay #TreePlantation #GreenEnvironment #SaveEnvironment