માળીયા મીયાણા પોલીસે 204 બોટલ દારૂ સાથે કાર કબ્જે કરી રાજકોટના બબલુની શોધખોળ માળીયા : કચ્છથી વિદેશી દારૂની ખેપ મારી જઈ રહેલા રાજકોટ જંગલેશ્વરના બુટલેગર મનોજને માળીયા પોલીસે સુરજબારી ચેક પોસ્ટ નજીકથી 204 બોટલ દારૂ અને કાર સાથે ઝડપી લીધો છે અને બબલુ નામના શખ્સનું નામ ખુલતા ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. માળીયા મીયાણા પીએસઆઇ એન.એચ.ચુડાસમાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ તથા બી બીટના માણસો કાર્યરત હતા તે દરમ્યાન ખાનગી બાતમી આધારે માળીયા મીયણા દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પોસ્ટ નજીક કચ્છથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ પર મહીન્દ્રા વેરીટો કારમાંથી ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા રાજકોટ જંગલેશ્વરના મનોજભાઇ જેસીંગભાઇ બાવળફાડને મેકડોવેલ નંબર વન વિદેશીદારૂની 204 બોટલ કિંમત રૂપિયા 76,500 અને મહિન્દ્રા વેરિટો કાર કિંમત રૂપિયા 1 લાખ સહિત કુલ રૂ.1,76,500ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને દારૂના આ કેસમાં ધર્મેશભાઇ ઉર્ફે બબલુ કનુભાઇ વાઘેલા રહે-રાજકોટ જંગલેશ્વર, નિલકંઠ પાર્ક પાછળ, ગાંધી સોસાયટી વાળાનું નામ ખુલવા પામ્યું છે. આ સફળ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા સહીતનાઓએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..