ભ્રામક ઓડિયો-વિડિયોથી ગેરમાર્ગે ન દોરાવા તથા કોણ સાચું-કોણ ખોટું તે વિચારવાનું છોડી મુખ્ય 6 માંગણીને વળગી રહો : મનોજ પનારામોરબી : પાટીદાર યુવા સેવા સંઘના નેતા મનોજ પનારાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ આવીને જેતપુર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે મોટો હુંકાર કર્યો છે. સરકાર દ્વારા ખેડૂતોની એકતા તોડવાના થઈ રહેલા પ્રયાસોનો આકરો વિરોધ કરતા તેમણે મોરબી સહિત રાજ્યભરના ખેડૂતોને આજે રાત્રે 8 વાગ્યે જેતપુર ખેડૂત છાવણી ખાતે આયોજિત ડાયરામાં 25000 ની સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરી છે.નેહુલ અમૃતિયા 1000 કેરેટનું સોનું છેમનોજ પનારાએ જણાવ્યું હતું કે, ગત રોજ સરકારે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું છે, જેના કારણે સરકાર હવે આંદોલનને તોડવા માંગે છે. ભ્રામક ઓડિયો અને વિડિયો વાયરલ કરીને નેતાઓને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે છાતી ઠોકીને કહ્યું હતું કે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયા 100 ટચનું નહિ પરંતુ 1000 કેરેટનું સોનું છે. જેતપરનો કોઈપણ યુવાન આ બાબતમાં દોષિત નથી, અને જો કોઈ સાબિત કરી આપે તો પોતે આજીવન મુંડન કરાવીને ફરવા તૈયાર છે તેવી ખુલ્લી ચેલેન્જ આપી હતી.માત્ર અર્જુનની જેમ માછલીની આંખ પર ધ્યાન રાખો, 4 ગણું વળતર લેવાનું છેખેડૂતોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે કોણ સાચું અને કોણ ખોટું તે વિવાદમાં પડ્યા વિના માત્ર આપણી 6 માંગણીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સરકારે બજાર ભાવથી 2 ગણું વળતર આપવાની વાત સ્વીકારી છે, પરંતુ આપણે રાજસ્થાનની જેમ બજાર ભાવથી 4 ગણું વળતર જોઈએ છે. જ્યાં સુધી સરકાર લેખિતમાં પરિપત્ર ન આપે ત્યાં સુધી કોઈ મૌખિક આશ્વાસન માન્ય રાખવામાં આવશે નહીં. હજુ 5 દિવસ આ છાવણી અને આંદોલન ચાલુ જ રહેશે.પાટીદાર યુવા સેવા સંઘના યુવાનો અને ખેડૂતોને ખાસ અપીલમનોજ પનારાએ પાટીદાર યુવા સેવા સંઘ મોરબી જિલ્લાના 20000 યુવાનો, તેમજ મોરબી, માળિયા, વાંકાનેર અને હળવદના તમામ જ્ઞાતિ-ધર્મના ખેડૂતો, વેપારીઓ અને માતા-બહેનોને હાકલ કરી છે કે, આજે રાત્રે 8 વાગ્યે જેતપુર ખાતે ખેડૂત દીકરી વિનિષા પટેલના ડાયરામાં વિશાળ સંખ્યામાં પહોંચી જાય. ટ્રેક્ટર, ટેમ્પો કે કાર લઈને 25000 લોકોનો જમાવડો કરી સરકારને ખેડૂતોની જડબાતોડ તાકાત બતાવવાનો સમય આવી ગયો છે.#MorbiUpdate #KisanAndolan #ManojPanara #JetpurFarmers #NehulAmrutia #PatidarYuvaSevaSangh #FarmersProtest #MorbiNews #GujaratFarmers