મોરબી : મોરબીમાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા સામાન્ય લોકોથી લઈને અગ્રણીઓ આગળ આવી રહ્યા છે. ત્યારે મોરબી સ્થિત રાયકા સીરામીકના સ્થાપક અને અગ્રણી યુવા ઉદ્યોગપતિ મનોજભાઈ બી. ભૂંભરીયા તરફથી જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને રૂ. 1,11,111નું અનુદાન આપવામાં આવ્યું છે. આમ, કોરોનાકાળમાં અનેક લોકો યથાશક્તિ ફાળો આપી રહ્યા છે, ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે હારશે કોરોના, જીતશે મોરબી.