રાજકોટના એમજેઆર જવેલર્સ દ્વારા સ્કાય મોલમાં ખુલ્લો મુકાશે લાઈટવેઇટથી લઈ કુંદન, પોલકી અને ડાયમંડ જવેલરીનો ખજાનો (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : જેની મોરબીના શહેરીજનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવું રાજકોટના એમજેઆર જવેલર્સ આયોજિત મનમોહિની જવેલરી એક્ઝિબિશન આવતીકાલે સવારથી મોરબીના સ્કાયમોલ ખાતે ખુલ્લું મુકાશે.બે દિવસ ચાલનાર આ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝિબિશનમાં લાઈટવેઇટ જવેલરીથી લઈ બ્રાઇડલ કલેક્શન અને ખાસ કુંદન,પોલકી અને જરા હટકે ડાયમંડ કલેકશનનો ખજાનો ખરા અર્થમાં મોરબીના જવેલરી શોખીનોનું મનમોહી લેશે. સોનાના આભૂષણો અને ખાસ કરીને પોલકી ડાયમંડ જવેલરીમાં અનોખી, અદભુત અને અલૌકિક ડિઝાઈનર જવેલરી નિર્માણમાં રાજકોટના એમજેઆર જવેલર્સ અવલ્લ નંબરે આવે છે, ત્યારે એમજેઆર જવેલર્સ દ્વારા બૉલીવુડ સ્ટાર, શ્રીમતો અને ઉચ્ચ પરિવારો માટેની પ્રથમ પસંદ એવી રાજા રજવાડાઓની પસંદગી એવી શ્રેષ્ઠતમ એન્ટિક અને પોલકી ડાયમંડ જવેલરી કલેક્શન સાથે મોરબીના સ્કાય મોલ ખાતે આવતીકાલે તા.20 અને 21 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી રાત્રીના 9 દરમિયાન બે દિવસી માટે મનમોહિની એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. મનમોહિની એક્ઝિબિશનમાં મોરબીના કોર્પોરેટ બિઝનેશ પરિવારો અને એક્સક્લુઝીવ ડિઝાઈનર જવેલરીના ગ્રાહકો માટે જરા હટકે અંદાઝમાં કઈક નવું, કઈક અનોખું કલેક્શન રજૂ કરવામાં આવશે જેમાં ડિઝાઈનર એન્ટિક ગોલ્ડ જવેલરી ઉપરાંત કુંદન, પોલકી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ડાયમંડ જવેલરીની અદભુત કારીગીરીનો ઉત્તમ નિચોડ રજૂ કરાશે. મોરબીના જવેલરી શોખીનો માટે યોજાઈ રહેલા આ ખાસ મનમોહિની એક્ઝિબિશન અંગે એમજેઆર જવેલર્સના પ્રોપરાઈટર મનોજભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે મોરબીના કોર્પોરેટ બિઝનેશ પરિવારોની ઉત્કૃષ્ઠ પસંદગીને ધ્યાને લઇ આ એક્ઝિબિશનમાં વિશેષરૂપે બ્રાઇડલ કલેક્શન રજૂ કરવામાં આવશે અને એમજેઆર જવેલર્સના ખાસ પોલકી ડાયમંડ કલેક્શનની વાત જ કંઈક અલગ છે. ખાસ કરીને દેશ વિદેશના જવેલરી શોખીનોને ઘેલું લગાડનાર આ વિશેષ ડિઝાઈનોની અદભુત અનોખો ખજાનો મોરબીના પ્રીમિયમ ગ્રાહકોને અવશ્ય પસંદ આવશે. જેથી કઈક અલગ અને એક્સક્લુઝિવ ખરીદીનો આનંદ માણવા મોરબીના જવેલરી શોખીનોને આવતીકાલે તા.20 અને 21 ફેબ્રુઆરીના રોજ સ્કાય મોલ ખાતે આયોજિત મનમોહિની જવેલરી એક્ઝિબિશનમાં અવશ્ય પધારવા અંતમાં એમજેઆર જવેલર્સના પ્રોપરાઈટર મનોજભાઈ રાણપરાએ સહર્ષ આમંત્રણ પાઠવ્યું છે.