હળવદ: સમગ્ર ગુજરાતમાં ગઇકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા બાગાયતી પાકને ભારે નુકશાન થયું છે.હળવદ તાલુકાના શિવપુર, માણેકવાડા,મેરૂપર, ચુપણી સહિતના ગામોમાં કેરીના અને લીંબુના પાકને નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે.https://youtube.com/shorts/sPtibSuE9Fwશિવપુરમાં વર્ષોથી કેરીનો બગીચો ધરાવતા વિપુલભાઈ ગામીએ જણાવ્યું હતું કે શિવપુર અને માણેકવાડા ગામમાં 35 જેટલા ટલા કેરીના બગીચાઓ છે. આ વર્ષે તો પડ્યા પર પાટુ છે.કારણ કે અગાઉ પણ કમોસમી વરસાદ થયો હતો.જેના કારણે કેરીનો ઓછો પાક થયો છે અને જ્યારે કેરી ઉતારવાનો સમય નજીક આવ્યો ત્યારે જ ગઇ કાલે સાંજે ભારે પવન સાથે વરસાદ થતાં કેરીનો પાક ખરી ગયો છે.અમારે 600 જેટલા આંબા છે જેમાં 30 ટકા જેટલી કેરી ખરી પડી છે.આ બંને ગામમાં આજ પરિસ્થિતિ છે એટલે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરશે.ઉલ્લેખનીય છે કે કેસર કેરીની સિઝન પુરી થવા આવે ત્યારે જ મોરબી, હળવદ સહિતની બજારમાં શિવપુરની મીઠી મધુરી કેરી બજારમાં આવે છે.જે આ વર્ષે ઓછી દેખાશે.ચૂંપણી ગામના ભીમાભાઇ કોળીએ જણાવ્યું હતું કે, આ વર્ષે લીંબુના ભાવ પણ સારા છે. ગઈકાલે આવેલા ભારે પવનને કારણે લીંબુના પાકને પણ 25 ટકા જેટલું નુકસાન થયું છે. લીંબુમાં ફાલ આવ્યા બાદ નાના લીંબુ ભારે પવન અને કારણે લીંબુડી પરથી ખરી ગયા છે.