મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માની શાંતિ અર્થે આજ રોજ માણેકવાડા ગામે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શ્રદ્ધાંજલિ આપવા માટે આજે તારીખ 12 નવેમ્બર ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે માણેકવાડા ગામે આવેલા રામજી મંદિર (જુના ગામમાં) સરપદડવાળા ભૂપતભાઈની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે ભાવિક ભક્તોને ઉપસ્થિત રહેવા માણેકવાડા ગામ સમસ્ત દ્વારા જણાવાયું છે.