મોરબી : આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે મોરબીના માણેકવાડા ગામે પણ હર્ષોલ્લાસ સાથે મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.માણેકવાડા ગામે આગામી 22મી જાન્યુઆરીએ સવારે 9:00 કલાકે શોભાયાત્રા, બપોરે 12:22 કલાકે મહાઆરતી, 3:00 કલાકે રામધૂન, સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ તથા રાત્રે 9:00 કલાકે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આનંદોત્સવમાં સમસ્ત ગ્રામજનોને જોડાવવા સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ અપાયું છે.