25 મે ના રોજ માંડવો રોપવા, મહાપ્રસાદ અને ડાકલાની રમઝટ સહિતના કાર્યક્રમોનું આયોજન: અનેક ભુવાઓ અને સંતો આપશે હાજરીહળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામે આવેલ વિડવાળા મેલડી માતાજીના મંદિરે આગામી 25-5-2026 ને સોમવારના રોજ મેલડી માતાજીનો માંડવો તથા 6 ઠ્ઠા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રૂડા અવસરે ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લેવા લક્ષ્મણભાઈ રામાભાઈ રબારી, સરપંચ રાજેશભાઈ ધીરાભાઈ, દિપકભાઈ કેશાભાઈ છાપરા, મેલડી મંડળ તથા મંગળપુર ગામ સમસ્ત દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની રૂપરેખાઆયોજકો દ્વારા નિર્ધારિત કરાયેલ મંગળ કાર્યક્રમો મુજબ, 25-5-2026 સોમવારના રોજ સવારે 9:00 કલાકે માંડવો રોપવાનું મુહૂર્ત થશે. ત્યારબાદ સાંજે 5:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 9:00 કલાકે ડાકલાની રમઝટ બોલાવવામાં આવશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં 26-5-2026 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે માંડવાના વધામણા કરવામાં આવશે.ભુવાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિઆ ધાર્મિક મહોત્સવમાં આબલીયારી મેલડી માતાજીના ભુવા મેપાભાઈ (ટીકર), મોગલ માતાજીના ભુવા ફીરોજભાઈ (હળવદ), ગોગા મહારાજના ભુવા નાગજીભાઈ (ભેયડા), રાઠેવપીરના ભુવા વિપુલભાઈ (અંકેવાળીયા) અને ઢોલારી જાર વારી મેલડી માતાજીના ભુવા કુલદીપભાઈ (જેગડવા) ખાસ ઉપસ્થિત રહેશે. ડાકલાની રમઝટ બોલાવવા માટે રાવળદેવ હરેશભાઈ અને વિરમભાઈ (ટંકારાવાળા) હાજરી આપશે. વિશેષ આશીર્વાદ પાઠવવા માટે બાબરા ભૂતની જગ્યા (શિરોઈ)ના હરિહર બાપુ પણ પધારશે.#Morbi #Halvad #Mangalpur #MeldiMataji #Mandvo #ReligiousEvent #MorbiUpdate #GujaratNews