ગ્રીન ચોક ખાતે દરરોજ રાત્રે આરતી: સોમવારે શિવમહિમ્નમ કાર્યક્રમમાં પધારવા આમંત્રણમોરબી અપડેટ: મોરબીના ગ્રીન ચોક, પારેખ શેરી, રૂગનાથજી મંદિર ચોક ખાતે પાઘડીવાળા ગ્રુપ દ્વારા 'મંદિર ચોક કા રાજા' ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવ સફળતાપૂર્વક 17 વર્ષ પૂર્ણ કરી હવે 18માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે.આ પંડાલમાં બિરાજમાન 'મંદિર ચોક કા રાજા' ની દરરોજ રાત્રે 8 કલાકે મહાઆરતી કરવામાં આવે છે, જેમાં સ્થાનિક રહીશો અને ભક્તો દર્શનનો લાભ લે છે. આ ગણેશ મહોત્સવ અંતર્ગત આગામી તારીખ 21/09/2026 ને સોમવારના રોજ ખાસ 'શિવમહિમ્નમ' પાઠના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાઘડીવાળા ગ્રુપ દ્વારા મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને બાપ્પાના દર્શન અને રાત્રિની આરતીનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshMahotsav #MandirChowkKaRaja #GreenChowk #ShivMahimnam #GanpatiBappa