હળવદ પોલીસે 1600 ફૂટ કોપર કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલી આરોપી કેશુ ઉકાભાઈ રાઠોડની ધરપકડ કરીમોરબી : હળવદ તાલુકાના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ હળવદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે 1,00,000 રૂપિયાની કિંમતના કોપર કેબલ સાથે એક આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હળવદ પોલીસ સ્ટેશનમાં 21/04/2026 ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી લાલજીભાઈ અણદાભાઇ સવસાણી (હાલ રહે. મારુતી નગર, વિદ્યુત નગરની બાજુમાં, રવાપર રોડ, મોરબી-1) ની ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીઓમાંથી 18/04/2026 ની રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ આશરે 1600 ફૂટ લાંબો કોપર કેબલ વાયર ચોરી લીધો હતો. આ ચોરાયેલા કેબલની કિંમત 1,00,000 રૂપિયા જેટલી થવા પામે છે. આ દરમિયાન પોલીસે સુસવાવ ગામના (તા. હળવદ, જી. મોરબી) આરોપી કેશુ ઉકાભાઈ રાઠોડને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ 1600 ફૂટ કોપર કેબલ વાયર (કિંમત રૂ. 1,00,000) રિકવર કરી લીધો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #HalvadPolice #CrimeNews #MorbiCrime #GujaratPolice #Halvad #CableTheft #MorbiNews