આરોપી અગાઉથી જ ગુજસીટોકના ગુનામાં જેલહવાલે હોય, ત્યાંથી પોલીસે કબજો મેળવ્યો મોરબી : મોરબીમા ખોટી ઇનપુટ ક્રેડિટ મેળવી ખોટા રિટર્ન ભરી રદ થયેલ પેઢીઓના નામના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરવાના પ્રકરણમાં આરોપી અગાઉથી જ જેલહવાલે હોય પોલીસે તેનો કબજો લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિશાલ એન્ટરપ્રાઇઝના માલિક રફીક રજાકભાઈ માંડવિયા રહે.કુબેરનાથ રોડ મોરબી તેમજ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઈ રજાકભાઈ માંડવિયા રહે. કુબેરનાથ રોડ વાળા વિરુદ્ધ વર્ષ 2006 -07 તેમજ વર્ષ 2007 - 08મા ખોટા રિટર્ન ભરી ખોટી ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરી રૂપિયા 1,06,48033 રૂપિયા 18 ટકા વ્યાજ સાથે નહિ ભરતા તેમજ આરોપી ગફારભાઈએ વર્ષ 2006 -07 તેમજ વર્ષ 2007 - 08 અને 2008 - 09મા ખોટા રિટર્ન ભરી ખોટી ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરી રૂપિયા 1,77,87,900 રૂપિયા 18 ટકા વ્યાજ સાથે નહિ ભરી રદ થયેલી પેઢીના નામે ટેક્સ ક્રેડિટ મેળવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. એ જ રીતે રફીકભાઈ રજાકભાઈ માંડવિયા, ગફારભાઈ રજાકભાઈ માંડવિયા અને તૌફિક રજાકભાઈ માંડવિયાએ વર્ષ 2006 - 07, 2007 -08 અને 2008 - 09માં કુલ રૂપિયા 1,43,84,404 રૂપિયા 18 ટકા વ્યાજ સાથે રદ થયેલી પેઢીઓના નામે ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરવા મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે ગુજસીટોકના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા રફીક માંડવીયાનો કબજો મેળવી તેને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કરી આપતા પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.