મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અવારનવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ દીનેશભાઇ ગગુભાઇ મકવાણા ઉ.વ.૪૬ રહે. કંડલા બાયપાસ, ભક્તિનગર સર્કલ, ધર્મસૃષ્ટી સોસાયટી વાળા વિરૂદ્ધ પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ - સુરત ખાતે મોકલેલ છે. આ કામગીરીમાં પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઈ જે.સી.ગોહિલ, એએસઆઇ એસ.વી.દાફડા, કિશોરભાઇ મિયાત્રા, વિજયદાન ગઢવી, હેડ કોન્સ. હિતેષભાઇ ચાવડા, કોન્સ. સિદ્ધરાજસિંહ જાડેજા, જયદીપભાઇ દેવસુર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રવિભાઇ ચૌધરી, અશ્વિનસિંહ સુર રોકાયેલ હતા.