નાની વાવડીના 24 વર્ષીય યુવાન સામે કલેક્ટરે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા એ ડિવિઝન પોલીસે અટકાયત કરીમોરબી અપડેટ : મોરબી શહેરમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ અને પરપ્રાંતીય દારૂના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા એક શખ્સને પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડીમાં બજરંગ સોસાયટી, ખોડિયાર સોસાયટીની સામે રહેતા 24 વર્ષીય હાર્દિકભાઈ હિતેનભાઈ કૈલા નામના શખ્સ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ પાસા દરખાસ્ત મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી આરોપી સામે પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પાસા વોરંટની બજવણી કરીને પકડાયેલ ઇસમ હાર્દિકભાઈ હિતેનભાઈ કૈલાની અટકાયત કરી હતી અને તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. આ કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એમ. આલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #PASACriminal #BootleggerArrested #VadodaraJail