મોરબી : મોરબી જિલ્લામાં શરીર સંબંધી અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. હળવદ પોલીસે મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા એક શખ્સને પાસા હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે હળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત અને માથાભારે શખ્સ જયેશ કાળુભાઇ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ, કૃષિ વિદ્યાલય વાળી શેરીવાળા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી આ આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા હળવદ પોલીસે સત્વરે અટકાયત કરવા અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે.#Morbi #Halvad #MorbiPolice #GujaratPolice #PASACrime #CrimeNews #MorbiUpdate #ActionAgainstCrime