મોરબી : માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામના પાટિયા પાસે ગઈકાલે સવારના સમયે બેભાન હાલતમાં મળી આવેલ ખાખરેચી ગામના રહેવાસી મનસુખભાઇ ભીખાભાઇ પરમાર ઉ.45ને સારવાર માટે માળીયા મિયાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકનું પીએમ કરવામાં આવતા હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.