ચાર આરોપીઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યા અંગે ફરિયાદવાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન ઉપર મોબાઈલ ચોરીનું આળ મૂકી ચાર શખ્સોએ માર મારતા યુવાનને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ચકચારી બનાવમાં યુવાનને મરવા મજબુર કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા કિરીટભાઈ રમેશભાઈ દલસાણીયા નામના યુવાને આરોપી નરેશ ડાયાભાઇ ચાવડા, અભી નરેશભાઈ ચાવડા, નરેશભાઈનો દીકરો તેમજ નરેશભાઈના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના ભાઈ ભાવેશ ઉપર ચારેય આરોપીઓએ મોબાઈલ ચોર્યાનું આળ મૂકી માર માર્યો હતો. અને મોબાઈલ પરત નહિ આપે તો હજુ માર મારશું તેવી ધમકી આપતા ભાવેશભાઈને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે કિરીટભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરનાર ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.