મોરબી: મોરબી તાલુકા પોલીસે રંગપર પાસે વાહન ચેકિંગ દરમિયાન ચોરાઉ બાઈક સાથે એક શખ્સની ધરપકડ કરી છે. કાગળો માંગતા ગલ્લાતલ્લા કરતા આ શખ્સની પોલ ખુલી હતી. પોલીસે 15,000 નું મોટરસાયકલ કબજે કર્યું છે.મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ જેતપર રોડ પર બ્લેકબેરી કારખાના સામે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન જેતપર તરફથી આવી રહેલા એક શખ્સને શંકાના આધારે અટકાવી તેના સ્પ્લેન્ડર મોટરસાયકલના કાગળો માંગતા ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. સઘન પૂછપરછમાં બાઈક છળકપટ કે ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા પોલીસે 15,000 ની કિંમતનું મોટરસાયકલ (ચેસીસ નંબર MBLHA10BVFHL23768) કબજે કરી આરોપી પવનભાઇ મનોહર બાબલ (ઉં.વ. 20, રહે. જલેલી ફૌજદારાન, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન)ની અટકાયત કરી છે.આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. સરવૈયા, પો.સ.ઇ. સી. એસ. સોંદરવા અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. હાલ આ મામલે આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એન. એમ. મકવાણા ચલાવી રહ્યા છે.#Morbi #Police #BikeTheft #CrimeUpdate #Rajasthan #GujaratPolice #MorbiUpdate