એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડની કાર્યવાહી : એક મહિલાનું પણ નામ ખુલ્યુંમોરબી : મોરબીના મકનસર ગામ પાસે એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડે સીએનજી રીક્ષામાંથી ૧૦૨ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સને પકડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળેલ કે એક સીએનજી રીક્ષા રજી.નં. GJ-13-AV-6820માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક શખ્સ વોકાનેર તરફથી મકનસર તરફ આવનાર છે. જેમાં આધારે ટીમે મકનસર ગામ એક્સેલ સીરામીક પાસે રોડ ઉપર વોચ ગોઠવી આ રિક્ષાને અટકાવતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦૨ કિ.રૂ. ૧,૩૧,૫૦૦/- મળી આવતા સમીર ઉર્ફે સમલો અબ્બાસભાઈ કટીયા રહે.રતનપર ઢાળ વિસ્તાર તા.જી. સુરેદ્રનગરવાળાની દારૂ અને રીક્ષા સહિત રૂ. ૨,૩૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે. આ સાથે પ્રાથમિક પૂછપરછમાં સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા પીંકીબેન માણેકનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્કોવડના પીઆઇ વી.એન. પરમાર, PSI બી.ડી.ભટ્ટ સહિતના રોકાયેલ હતા.