મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના કારખાના પાસે પાર્ક કરેલા મોટરસાયકલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઘનશ્યામભાઈ રમેશભાઈ વ્યાસ (ઉ.વ.૩૬ ધંધો મજુરી રહે કંડલા બાયપાસ રોડ મચ્છુનગર સોસાયટી મોરબી)નું બાઈક ચોરાઈ જતા ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે બાઈક ચોરનાર આરોપી અજયભાઇ ભાવેશભાઇ દેગામા (ઉ.વ.૨૦ ધંધો. મજુરી રહે.શોભેશ્વર રોડ ધાર ઉપર કુબેર ટોકિઝ પાસે મોરબી ૨) ચોરાવ હીરો હોંડા સ્પ્લેનડર પ્લસ મોટરસાયકલ નં.જીજે-૧૦-એડી-૪૨૨૦ વાળુ જેના ચેસીસ નં.06A16F20684 કિ.રૂ.૧૩,૦૦૦ વાળુ મોટર સાયકલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.