મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર બેલા ગામની સીમમાં આવેલ બ્લેકબેરી કારખાના પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સલીમ જુમાભાઈ મેર રહે.સુમરા સોસાયટી, વિજયનગર મોરબી વાળાને રોકડા રૂપિયા 330 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.