ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાની છતર ચેક પોસ્ટ ખાતે પોલીસે વાહન ચેકીંગ દરમિયાન જીજે- 36 - એજે - 8714 નંબરની ઇકો કાર ચેક કરતા આરોપી કાર ચાલક કિશોરભાઈ મનુભાઈ ઉર્ફે મનોજભાઈ લાંબાના કબ્જામાંથી બર્ડવાઇઝર બ્રાન્ડ બિયરના 7 ટીન કિંમત રૂપિયા 1750 મળી આવતા પોલીસે ત્રણ લાખની ઇકો કાર સહિત 3,01,750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં બિયરનો આ જથ્થો વાછકપર ગામના રાહુલ નિતેશભાઈ ચાવડાએ આપ્યો હોવાનું કબુલતા પોલીસે રાહુલને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.