મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં તથાસ્તુ સિરામિક નજીકથી જીજે - 36 - એજે - 7671 નંબરની બ્રેજા કાર લઈને નીકળેલા આરોપી ગોવિંદ રાજુભાઇ જીતિયા ઉ.30 રહે.ઇન્દીરાનગરના મોરબી વાળાને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 3430 સાથે ઝડપી લઈ 5 લાખની બ્રેઝા કાર સહિત 5,03,430નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.