મોરબી : મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટેલા પાકા કામના કેદી જીતેન્દ્રભાઈ ધનજીભાઈ મથર રહે. મોરબી-2 શ્રીજી પેલેસ, બ્લોક નં.302 વાળાને 27 જાન્યુઆરી થી 28 માર્ચ સુધીના જામીન ઉપર જેલ મુક્ત કરવામાં આવ્યા હોય, 29 માર્ચે હાજર થવાનું હોય પણ હાજર ન થતા આજે પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઋષભનગર ખાતેથી તેમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.