ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા શહેરમા ભારત પેટ્રોલપંપ પાસે ગત તા.9ના રોજ મોરબીના રોહિદાસપરામા રહેતા નંદકુંવરભાઈ લાલજીભાઇ ચૌહાણ પોતાના પત્નીને તેડવા બાઈક લઈ પડધરી તાલુકાના ખીજડિયા ગામે જતા હતા ત્યારે જીજે - 36 - એઆર - 4869 નંબરના કાર ચાલકે બાઈક સાથે કાર અથડાવી અકસ્માત સર્જતાં નંદકુંવરભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.