વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ઇંગ્લિશ દારૂના ગુન્હામાં છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. સમગ્ર વિગત અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહી.ગુ.ર.નં.5151/2017 પ્રોહી.કલમ-65ઈ,116(બી).81.98(2) વી. મુજબમાં ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી મુનિમ સુરેન્દ્રકુમાર ઉર્ફે સુરેશ ડોગિયાલ રહે. બાડમેર રાજસ્થાન ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતાં નાસતો ફરતો આરોપી સુરેન્દ્ર બિરારામ ચૌધરી (ઉ.વ.39)ને મોરબી જિલ્લા એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારાબાડમેર અલદેવનગર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.પંડ્યા, પો.ઇન્સ.વી.એન.પરમાર, પો.સબ ઇન્સ.એસ.આઈ.પટેલ, બી.ડી.ભટ્ટ, તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવી છે.