70 મામલતદારની બદલી સાથે 28ને પ્રમોશન : રાજકોટના સાંચલા મોરબી સિટીમાં અને જૂનાગઢના માકડીયા માળીયા મુકાયા મોરબી : રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવાની સાથે બઢતીના હુકમ કરાયા છે જે અન્વયે 70 મામલતદારની બદલી સાથે 28 નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન અપાયા છે. આ બદલી હુકમ અંતર્ગત મોરબી - માળિયાના મામલતદાર બદલાયા છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કરાયેલા બઢતી બદલી હુકમ અન્વયે મોરબી સીટી મામલતદાર પી.એમ.સરડવાને રાજકોટ ચીટનીશ તરીકે મુકવામાં આવ્યા છે જયારે રાજકોટ કલેકટર કચેરીના એચ.આર.સાંચલાને મોરબી સીટી મામલતદાર તરીકે નિમણુંક અપાઈ છે. આ ઉપરાંત જૂનાગઢથી વી.આર.માંકડિયાને માળીયા મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે અને મોરબી કલેકટર ચીટનીશ એચ.ડી.પરસાણીયાને જામનગર કલેકટર ચીટનીશ તરીકે મુકવામાં આવ્યા છે.